આજરોજ તા. ૨૮/૦૪/૨૦૨૫ના કમ્યુનીટી રેડિયો સ્ટેશન, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ અને જીએનએફસી વચ્ચે કૃષિ અને સંલગ્ન વિષયોની આધુનિક પદ્ધતિઓ અને ટેકનોલોજીનો પ્રચાર પ્રસાર કરવા તેમજ ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી એમઓયુ કરવામાં આવેલ, જેમાં ડો. વી. પી. ચોવટીયા સાહેબ, માન. કુલપતિશ્રી, જુકૃયુ, જુનાગઢની ઉપસ્થિતિમાં શ્રી એમ. કે. સનારિયા, ડેપ્યુટી માર્કેટિંગ મેનેજર, જીએનએફસી, જુનાગઢ, ડો. એન. બી. જાદવ, વિસ્તરણ શિક્ષણ નીયામકશ્રી, જુકૃયુ, જુનાગઢ, ડો. એચ. સી. છોડવડીયા, સહવિસ્તરણ શિક્ષણ નીયામકશ્રી, જુકૃયુ, જુનાગઢ, અને ડો. જે. વી. ચોવટિયા, મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી, કમ્યુનીટી રેડિયો સ્ટેશન, જુકૃયુ, જુનાગઢ હાજર રહ્યા હતા.