A mega blood donation camp was organized at Junagadh Agricultural University
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે માન.કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયાની પ્રેરણાથી કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ અને અસ્પી કૃષિ મહાવિદ્યાલય, ખાપટની રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના માર્ગદર્શન હેઠળ તા.૦૨/૦૪/૨૦૨૫ના રોજ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પનો ઉદ્ઘાટન સમરોહ કૃષિ યુનિવર્સિટીના માન.કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ ઉદ્ઘાટન સમારોહમાં ઉદ્ઘાટક તરીકે શ્રી જીવનપ્રકાશ વોલ્યુન્ટરી બ્લડ બેન્કના ડીરેક્ટર અને જૂનાગઢના અગ્રણી પેથોલોજીસ્ટ ડો. જી. કે. ગજેરા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી સંશોધન નિયામકશ્રી ડો. એ. જી. પાનસુરીયા; વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. એન.બી. જાદવ; કુલસચિવશ્રી, ડો. વાય. એચ. ઘેલાણી; નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ ડો.આર.એમ.સોલંકી, કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢના આચાર્ય અને ડીનશ્રી, ડો. જે. બી. પટેલ; બાગાયત મહાવિદ્યાલયના આચાર્ય અને ડીનશ્રી ડો. ડી. કે. વરુ; કૃષિ ઈજનેરી અને ટેક. મહાવિદ્યાલયના આચાર્ય અને ડીનશ્રી ડો. એચ. કે. રાંક; અસ્પી કૃષિ મહાવિદ્યાલય, ખાપટના આચાર્યશ્રી ડો. એચ. આર. વદર; પીજીઆઈ એબીએમના આચાર્યશ્રી, ડો. સી. ડી. લખલાણી, વિવિધ વિભાગના વિભાગીય વડાશ્રીઓ, અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં અંદાજે ૨૬૭ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી ઉમદા કામગીરી કરેલ.
Gallery